Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત બીજા સ્થાન પર

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવા માટેની રેસમાં ભારત બીજા સ્થાન પર છે. બુધવારે ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 101 રને પરાજિત કર્યા પછી પણ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં ભારત હજી બીજા સ્થાને છે. 76..6  પોઇન્ટ સાથે કોષ્ટકમાં પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયા છે, જ્યારે 72.2 પર્સન્ટાઇલ પોઇન્ટ સાથે ભારત બીજા સ્થાને છે. ભારતે તાજેતરમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને પરાજિત કર્યું છે. કિવિ ટીમે ત્રીજુ સ્થાન મેળવ્યું છે અને ભારતની નજીક આવી ગયું છે. તેની પાસે 66.7 પોઇન્ટ છે. ઇંગ્લેન્ડની ટીમ 60.8 ટકા સાથે ચોથા ક્રમે છે. પાકિસ્તાન અનુક્રમે 34.6 ટકા, દક્ષિણ આફ્રિકામાં 28 ટકા સાથે પાંચમાં અને છઠ્ઠા સ્થાને છે. શ્રીલંકા સાતમા ક્રમે છે. તેની પાસે 26.7 ટકા પોઇન્ટ છે જ્યારે વેસ્ટ ઇન્ડીઝ 11.1 ટકા પોઇન્ટ સાથે આઠમાં છે.

(5:57 pm IST)