Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

૨૪૭ રનથી ન્યુઝીલેન્ડને હરાવીને સિરીઝ જીત્યુ ઓસ્ટ્રેલિયા

ટોમ બ્લુન્ડેલની સેન્ચુરી પર પાણી ફેરવ્યુ નેથન લાયન અને જેમ્સ પેટીનસને : ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ

મેલબર્ન : ઓસ્ટ્રેલિયાએ બોકિસંગ ડે ટેસ્ટ જીતીને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પણ જીતી લીધી છે. પહેલી ટેસ્ટ બાદ બીજી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયાએ ૨૪૭ રનથી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૪૬૭ રન કર્યા હતા, પરંતુ બીજી ઇનિંગમાં તેઓ ફકત ૧૬૮ રન જ કરી શકયા હતા. તેઓ ચાર વિકેટ સાથે ૧૩૭ રન કર્યા હતા. દિવસની શરૂઆત બાદ તેમણે ૩૧ રન કર્યા હતા અને ટ્રેવિસ હેડની વિકેટ બાદ તેમણે દાવ ડિકલેર કર્યો હતો. ન્યુ ઝીલેન્ડને તેમણે ૪૮૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે તેઓ ર૪૦માં ઓલઆઉટ થઈ ગયા હતા. ટોમ બ્લુન્ડેલે ૧ર૧ રન કર્યા હતા. જોકે તેમના ૬ પ્લેયર ૧૦ રનથી વધુ બનાવી નહોતા શકયા. પરિણામે તેઓ ખૂબ જ ગંદી રીતે હાર્યા હતા. આ ઇનિંગમાં નેથન લાયને ચાર, જેમ્સ પેટિનસને ત્રણ વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડે પહેલી ઇનિંગમાં ૧૧૪ અને બીજી ઇનિંગમાં ર૮ રન કર્યા હોવાથી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

(1:03 pm IST)