Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

એશિઝ સિરીઝ: વરસાદના લીધે ઇંગ્લેન્ડ- ઓસ્ટ્રેલિયાની મેચ ડ્રો

નવી દિલ્હી:એસીઝ સીરીઝમાં એમસીજીમાં રમાઈ રહેલ બોક્સિંગ ડે ટેસ્ટ ડ્રોની તરફ આગળ વધતી નજરે પડી રહી છે. મેચના ચોથા દિવસે આશરે અડધો કલાકથી વધુ સમય સુધી ચાલેલા વરસાદના કારણે મેચ આગળ ન રમાઈ શકી અને ત્રીજુ સત્ર તો વરસાદમાં ધોવાઈ ગયુ. 
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં માત્ર બે જ વિકેટ પડી. કેપ્ટન સ્ટિવ સ્મિથની સાથે ડેવીડ વોર્નર રમતના અંત સુધી ક્રિસ પર ટકેલા હતા અને ઓસ્ટ્રેલિયા હજી પણ ઈંગ્લેન્ડથી ૬૧ રન પાછળ છે જ્યારે હવે મેચનો એક જ દિવસ બાકી છે. આ પહેલા ચોથા દિવસના પ્રથમ જ બોલ પર જેમ્સ એન્ડરસન આઉટ થતા ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા દિવસના જ સ્કોરે ૪૯૧ રન પર ઓલઆઉટ થઈ ગઈ. જ્યારે કૂક ૨૪૪ રને અણનમ રહ્યો.આજે ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગની શરૃઆતમાં બેનક્રોફ્ટ અને ખ્વાજાના રુપે પોતાની બે વિકેટો ગુમાવી. 
બેનક્રોફ્ટે ૨૨ રનની ઈનિંગ રમી હતી તો ખ્વાજાએ ૧૧ રનની ઈનિંગ રમી. ઓસીએ રમતના અંત સુધી ૪૩.૫ ઓવરમાં બે વિકેટે ૧૦૩ રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ તરફથી વોક્સ અને એન્ડરસને ૧-૧ વિકેટ લીધી હતી.

(5:09 pm IST)