Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બાબરે મારી સાથે ૧૦ વર્ષ સુધી શારીરિક યૌન શોષણ કર્યું

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ઉપર મહિલાએ શારીરિક શોષણ-મારી નાખવાનો આરોપ : મારો ગર્ભપાત પણ કરાવ્યો હતો, ઘરેથી ભાગી ગઇ એટલે ઘરે પણ જઇ શકતી નથી, પોલીસ ફરિયાદ

લાહોર તા. ૩૦: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ તાજેતરમાં આરોપ લગાવ્યો છે કે બાબરે ૧૦ વર્ષ સુધી મારૃં શારીરિક શોષણ કર્યું હતું અને મને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

પાકિસ્તાનની એક ચેનલે પ્રસારિત કરેલા સમાચારમાં બાબર આઝમ પર આરોપ લગાવતાં મહિલાએ કહ્યું કે ''બાબર અને હું ત્યારથી રિલેશનશિપમાં છીએ જયારે તે ક્રિકેટર પણ નહોતો, અમે બન્ને એકજ એરિયામાં રહેતા હતાં. ર૦૧૦માં તેણે મને પ્રપોઝ કર્યું અને એ મેં સ્વીકારી લીધું હતું. જેમ-જેમ સમય વીતતો ગયો એમ-એમ લગ્નનો વિચાર કરવા લાગ્યાં. અમે અમારા પરિવારજનોને પણ આ વાત જણાવી, પણ તેમણે એ નકારી કાઢી હતી.

ર૦૧૧માં અમે ઘરથી ભાગી ગયાં અને બાબર મને કહ્યા કરતો કે આપણે કોર્ટ-મેરેજ કરીશું. અમે કેટલાક ભાડાના ઘરમાં પણ સમય વિતાવ્યો હતો, પણ તે લગ્નને સતત નકારતો રહ્યો હતો. ર૦૧૪માં જેવો તે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સામેલ થયો એવો તેનો સ્વભાવ બદલાવા લાગ્યો. બીજા વર્ષે મેં તેને નિકાહ કરવાનું કહ્યું હતું ત્યારે પણ તેને એ વાત નકારી કાઢી હતી. ર૦૧૬માં મેં તેને કહ્યું કે હું ગર્ભવતી છું ત્યારે તેણે અજીબ રીતે વર્તન કરવાનું અને મારૃં શારીરિક શોષણ કરવાનું શરૂ કરી દીધું. અમે ઘરથી ભાગ્યાં હતાં એટલે હું મારા ઘરે પણ નહોતી જઇ શકતી. ર૦૧૭માં મેં બાબર વિરૂદ્ધ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેણે ૧૦ વર્ષ સુધી મારૃં શારીરિક અને યૌન શોષણ કર્યું હતું.

મહિલાએ જણાવ્યા પ્રમાણે બાબરે તેના એક મિત્રના માધ્યમથી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. બાબરે મહિલાને જીવથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ મહિલાએ દાવો કર્યો છે. હાલમાં બાબર ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહ્યા છે.

(2:32 pm IST)
  • મોડર્ના વેકસીન ૧૦૦℅ સફળ: અમેરિકન કંપની મોડર્નાની કોરોનાવાયરસ રસી ગંભીર કોરોનાવાયરસ ચેપ સામે 100% ની અસરકારકતા દર્શાવતી હોવાનું જાહેર થયું છે. access_time 8:51 pm IST

  • દેશમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની પરિસ્થિતિની ચર્ચા કરવા મોદી સરકારે ૪થી ડિસેમ્બરે સવારે ૧૦:૩૦ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે access_time 2:01 pm IST

  • બંગાળના અખાતમાં ડિપ્રેશન બન્યુ, ૨૪ કલાકમાં ડિપડિપ્રેશનમાં ફેરવાશે : દક્ષિણ - પૂર્વ બંગાળના અખાત ઉપર ડિપ્રેશન સર્જાયુ છે જે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી પૂરી સંભાવના હોવાનું હવામાન ખાતાએ જણાવ્યુ છે access_time 1:28 pm IST