Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ભારતીય હોકી સ્ટાર રૂપિન્દર પાલ સિંઘએ લીધી નિવૃત્તિ

નવી દિલ્હી: ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સ્ટાર ડ્રેગ-ફ્લિકર રૂપિંદર પાલ સિંહે યુવાનો માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસમાં તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રૂપિંદરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'હું તમને ભારતીય હોકી ટીમમાંથી નિવૃત્તિ લેવાના મારા નિર્ણય વિશે જણાવવા માંગુ છું. છેલ્લા કેટલાક મહિના મારા જીવનના શ્રેષ્ઠ રહ્યા છે. હું આખી જિંદગી ટોક્યોમાં મારી ટીમ સાથે પોડિયમ પર ઉભા રહેવાનો અનુભવ ક્યારેય ભૂલીશ નહીં.

(5:51 pm IST)