Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નેપાળનાં કેપ્ટન પારસ ખડકાએ ટી-20માં પહેલી સદી ફટકારી રચ્યો ઈતિહાસ: વિશ્વનો પહેલો ખેલાડી બન્યો

નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન પારસ ખડકા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર દેશનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. 31 વર્ષીય પારસે શનિવારે સિંગાપોર ટી-20 ની ત્રિકોણીય શ્રેણીની બીજી મેચમાં 52 બોલમાં 7 ચોક્કા અને 9 છક્કાની મદદથી નોટઆઉટ 106 રનની ઇનિગ્સ રમી અને નેપાળને 9 વિકેટથી જીત અપાવી.

, સિંગાપોરે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરી હતી અને નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પારસ ખડકાની સદીની મદદથી નેપાળે ચાર ઓવર પહેલા જ એક વિકેટ ગુમાવીને લક્ષ્‍ય હાંસલ કર્યું હતું. પારસ ખડકાએ સદી ફટકારીને વિશેષ રેકોર્ડ બનાવ્યો. લક્ષ્‍યનો પીછો કરતા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પારસ વિશ્વનો પહેલો કેપ્ટન બન્યો છે. એટલું જ નહીં, ખડકા સૌથી ઓછા બોલમાં સદી ફટકારવામાં એશિયન બેટ્સમેનોની શ્રેણીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની ઇનિંગ્સમાં રોહિત શર્મા અને એરોન ફિંચે સૌથી વધુ સિક્સર ફટકાર્યા બાદ પારસ ખડકા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ખડકાએ સદી પૂરી કરવા માટે 49 દડા લીધા હતા. પારસને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

 સિંગાપોરનાં ઇન્ડિયન એસોસિએશન ગ્રાઉન્ડ ખાતે ટીમનાં કેપ્ટન ટિમ ડેવિડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સિંગાપોરની શરૂઆત સારી નહોતી રહી. રોહન રંગરાજન (6) ને કરણ કેસીએ વિકેટકીપર ભંડારીનાં હાથે કેચ આઉટ કરાવી દીધો. ત્યારબાદ સુરેન્દ્રન ચંદ્રમોહન (35) અને કેપ્ટન ટિમ ડેવિડ (અણનમ 64) ની જોડીએ 35 રનની ભાગીદારી કરી સિંગાપોરને 50 રન સુધી પહોંચાડ્યું. સુશન ભરીએ ચંદ્રમોહનને ક્લિન બોલ્ડ કરી આ ભાગીદારી તોડી હતી.

અહીંથી, ડેવિડે એક છેડો સંભાળી રાખ્યો અને મનપ્રીત સિંઘ (15) ની સાથે ત્રીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી સિંગાપોરનાં સ્કોરને 100 રનની પાર પહોંચાડ્યો. કરણ કેસીએ જ્યારે સિંગાપોરને ત્રીજો ફટકો આપ્યો ત્યારે તેણે મનપ્રીતને એલબીડબ્લ્યુ કરી દીધો. આ પછી, કેપ્ટન ડેવિડને જનક પ્રકાશા (25*) નો સારો સપોર્ટ મળ્યો. બંનેએ ટીમને વધુ કોઈ નુકસાન થવા દીધું નહીં અને 150 રન બનાવ્યા. ડેવિડે 44 બોલમાં ત્રણ ચોક્કા અને ચાર છક્કાની મદદથી (64*) રન બનાવ્યા. વળી, જનકે 18 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કાની મદદથી (22*) રન બનાવ્યા. નેપાળ તરફથી કરણ કેસીને બે સફળતા મળી જ્યારે સુશન ભરીને એક સફળતા મળી.

(9:59 pm IST)