Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બુમરાહના સ્ટ્રેસ ફ્રેકચર અને બોલિંગ એકશનને કોઈ લેવા- દેવા નથીઃ નેહરા

બુમી જેટલા મેચ રમશે એટલો તે શ્રેષ્ઠ ખેલાડી બની શકશે

નવીદિલ્હીઃ બુમરાહની બોલિંગ-એંકશન અને ફ્રેકચરની વાત કરતાં આશિષ નેહરાએ કહ્યું હતું કે 'આપણે સૌથી પહેલાં એ કિલયર કરી લેવું જોઈએ કે સ્ટ્રેસ ફ્રેકચર અને બોલિંગ-એકશન એ બન્ને અલગ બાબત છે. બુમરાહને પોતાની બોલિંગ- અંકશન બદલવાની જરૂર નથી અને જો તે એકશન બદલશે તો એ સારૃં પણ નથી. મને આશા છે કે રેસ્ટ કર્યા બાદ તે ફરીથી પોતાની અનોખી બોલિંગ-સ્ટાઈલ અને સ્પીડ સાથે મેદાનમાં આવશે.'

નેહરાએ કહ્યું હતું કે 'સ્ટ્રેસ ફ્રેકચર માટે કોઈ ટાઇમ-ફ્રેમ નથી. બુમરાહને હમણાં બે મહિના સારૃં લાગે અને પછી ૬ મહિના સારૃં ન પણ લાગે. એ સપૂર્ણપણે તેની બોડી પર આધાર રાખે છે અને એ વાત તે જ જાણી શકે છે. આ ઈજા અન્ય ઈજાની જેમ નથી. સ્ટ્રેસ ફ્રેકચરની કોઈ દવા નથી, એમાં વધારે આરામ કરવો પડે છે. આ ફ્રેકચરની જાણ કરોડરજ્જુને સ્કેનિંગથી થાય છે, એને માટે એમઆરઆઇની જરૂર નથી હોતી. હાલના સમયમાં બુમરાહ સામે તેની આખી કરીઅર છે. તે જેટલી વધારે ગેમ રમશે એટલો તે શ્રેષ્ઠ પ્લેયર બની શકશે.'

(3:50 pm IST)