Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જાપાનનો કેન્ટો મોમોટા જીત્યો કોરિયા ઓપનનો ખિતાબ

 સોલ : કોરિયા ઓપનની પુરૂષ સિંગલ વર્ગમાં રમાયેલી ફાઇનલ મેચમાં જાપાનના કેન્ટો મોમોટાએ તાઇવાનના ચોઉ તૈન-ચેનને ૫૩ મિનિટ ચાલેલી ગેમમાં હરાવીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી. મોમોટાએ તાઇવાન પ્લેયરને ૨૧-૧૯, ર૧-૧૭થી માત આપી હતી. મોમોટા અત્યાર સુધી અંદાજે ૩૦૦થી વધારે જીત મેળવી ચૂકયો છે. મોમોટાની આ જીત સાથે તેણે ઓલિમ્પિક રમવાની ઇચ્છા પણ જીવંત રાખી છે.

મહિલાઓની ફાઇનલ મેચમાં ચાઇનાની હે બિન્ગજિયાઓએ થાઈલેન્ડની રેટચાનોક ઇન્ટાનોનને ૧૮-૨૧, ર૪-રર, ૨ર૧-૧૭થી હરાવી હતી. મહિલાઓની ડબલ્સમાં સાઉથ કોરિયન જોડી કિમ સો-યેઓન્ગ અને કોંગ હી યોંગની જોડીએ લી સો-હી અને શીન સેઉંગ-ચેનને ૧૩-૨૧, ૨૧-૧૯, ર૧-૧૭થી હરાવી હતી.

(3:50 pm IST)