Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

હવે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઇન્ડિયા માટે રહાણેને બોજો ગણાવ્યો

રહાણે માટે અનેક દિગ્ગજો તેને બહાર બેસાડવાની ચર્ચા કરી રહ્યા છે.

લીડ્સ: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં એક ઈનિંગ અને 76 રનથી મળેલી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાની ચારેબાજુ ટીકા થઈ રહી છે. ભારતની બેટિંગ લાઈન અપ ખરાબ રીતે ફ્લોપ થઈ રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખુબ નબળું જોવા મળ્યું. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને બોજો ગણાવી દીધો. 

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઈન્ડિયાને મોટી સલાહ આપી છે. માઈકલ વોને ક્રિકબઝ પર વાત કરતા કહ્યું કે રહાણે ટીમ ઈન્ડિયા માટે બોજો બની ગયો છે. આ અગાઉ ઈંગ્લેન્ડે જે પ્રકારે ડામિનિક સિબ્લે અને જેક ક્રાઉલીને ટીમમાંથી બહાર કર્યા હતા, તે જ રીતે ભારતે પણ પોતાની ટીમમાં ફેરફાર કરવો જોઈએ

અત્રે જણાવવાનું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની ટેસ્ટ સિરીઝમાં અજિંક્ય રહાણેનું પ્રદર્શન ખુબ નબળું રહ્યું છે. રહાણેએ ત્રીજી ટેસ્ટ મેચમાં પણ બંને ઈનિંગમાં મળીને કુલ 28 રન કર્યા. સતત ફ્લોપ થઈ રહેલા રહાણે માટે અનેક દિગ્ગજો તેને બહાર બેસાડવાની ચર્ચા કરી રહ્યા છે.

રહાણેએ ભારત માટે છેલ્લી સદી ગત વર્ષ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મેલબર્ન ટેસ્ટમાં ફટકારી હતી. ત્યારબાદ તે સતત રન કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જો કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ સિરીઝમાં લોડ્સ ટેસ્ટમાં તેણે 61 રન જરૂર કર્યા હતા. પરંતુ પછીની ટેસ્ટમાં તે પાછો નિષ્ફળ ગયો. 

(12:23 pm IST)