Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

૨૦ વર્ષ બાદ ભારતીય મહિલા હોકી ટીમ પહોંચી ફાઈનલમાં

ગુરજિત કૌરના ગોલને કારણે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચ્યો હતો. સેમી ફાઇનલ મેચમાં ભારતે ત્રણ વખતની એશિયન ચેમ્પિયન ચીનને ૧-૦થી હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ૨૦ વર્ષ બાદ એશિયન ગેમ્સની ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે. આ પહેલાં ભારતે ૧૯૯૮માં એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આવતી કાલે થનારી ફાઇનલમાં ભારતની ટક્કર જપાન સાથે થશે.(૩૭.૧)

(1:53 pm IST)