Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો રંગરૂપ બદલશે ! : મહિલા ક્રિકેટ ટીમની જર્સીની ડિઝાઈન અને તસવીર એકદમ અલગ હશે

કોમનવેલ્થ ગેમ્સ 2022માં આ વખતે મહિલા ક્રિકેટને પણ શામેલ કરવામાં આવ્યું : ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ શુક્રવારે

નવી દિલ્લી તા.29 : બર્મીઘમમાં શરૂ થવાવાળા કોમનવેલ્થ ગેમ્સ 2022માં પ્રથમ વખત મહિલા ક્રિકેટને પણ શામેલ કરવામાં આવ્યું છે. જેમાં 8 દેશની ટીમો ભાગ લેશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ શુક્રવારે ઓસ્ટ્રેલીયા સામે છે. પરંતુ અહી મહિલા ક્રિકેટરો અલગ જ લૂકમાં જોવા મળશે. BCCIએ ટીમની જર્સીમાં અમુક ફેરફારો કર્યા છે.

બર્મીઘમના એજબેસ્ટન ક્રિકેટ મેદાન પર કોમનવેલ્થ ગેમ્સના દરેક ક્રિકેટ મેચ રમવામાં આવશે. પહેલો મેચ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થશે. આ મેચ માટે ભારતીય ટીમ જ્યારે મેદાન પર ઉતરશે ત્યારે એમનો રંગ-રૂપ થોડો અલગ દેખાશે. આમ તો બ્લૂ જ રંગ હશે પણ તેની ડિજાઈન અને તસવીર એકદમ અલગ હશે.

ભારતીય ક્રિકેટની બંને મહિલા અને પુરુષની ટીમ મુખ્ય રીતે BCCIના કોન્ટ્રેક્ટ નીચે કામ કરે છે અને તેને કારણે ખેલાડીઓની જર્સી પર BCCI નો લોગો લાગેલ હોય છે. સાથે જ BCCIના સ્પોન્સરના નામ એન લોગો પણ એમની જર્સીમાં લાગેલ હોય છે. જવે કોમનવેલ્થ ગેમ્સ ની વાત અલગ છે. અહિયાં ખેલાડી તેમની ફેડરેશનથી નહીં પણ ભારતીય ઓલમ્પિક સંઘ અંર્તગત મેદાન પર ઉતરશે.

એટલા માટે એ જ કીટ અને જર્સીનો ઉપયોગ કરી શકશે જે IOA દ્વારા માન્ય હોય. કોઈ ફેડરેશનના નામ કે લોગોની જગ્યાએ જર્સી પર ફક્ત ભારત અને જે ગેમમાં ભાગ લઈ રહ્યા છે તેનું નામ લખ્યું હોય. ભારતીય ટીમ કેવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે તેની એક જલક BCCI દ્વારા બતાવવામાં આવી હતી.

જો કે વર્ષ 1998 માં કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને જગ્યા મળી હતી પણ એ પછી ક્યારેય ક્રિકેટ મલસ્તી સ્પોર્ટ ઇવેંટનો ભાગ નથી બન્યો. એટલા માટે આ વખતે ક્રિકેટ ફેન્સને એક અલગ જ અનુભવ મળશે.

(9:28 pm IST)