Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

શાહીદ આફ્રિદીએ પણ ૪૦ બોલમાં ૮૧ રન કર્યા

કેનેડા જી ટી-૨૦માં છવાઈ ગયો

નવીદિલ્હી, તા. ૩૦ :  બુમ બુમ આફ્રિદીના નામથી લોકપ્રિય શાહીદ આફ્રિદી ફરી ચર્ચામાં છે. આનું કારણ તેની તોફાની બેટિંગ છે. કેનેડા લીગ હેઠળ રમાયેલી એક મેચમાં બ્રેમ્ટનવોલ્વ તરફથી રમતા એડમોન્ટન સામે જોરદાર બેટિંગ કરીને આફ્રિદીએ ૪૦ બોલમાં ૮૧ રન બનાવ્યા હતા.

    આ મેચમાં પોતાના દેશના મોહમ્મદ હાફીઝની વિકેટ પણ ઝડપી હતી. કેનેડા લીગમાં અનેક ટોપ ખેલાડીઓ રમી રહ્યા છે જેમાં ભારતના યુવરાજસિંહ, ક્રિસ ગેઇલ, ડુ પ્લેસીસનો સમાવેશ થાય છે. ક્રિસ ગેઇલ પણ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. નિવૃત્તિ લઇ ચુકેલા આફ્રિદીએ અણનમ અડધી સદી ફટકારી હતી જેમાં ૧૦ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. એક વખતે વનડે ક્રિકેટમાં પણ આફ્રિદીના નામ ઉપર જ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ હતો. ૧૯૯૬માં શ્રીલંકા સામે આફ્રિદીએ ૩૭ બોલમાં સદી ફટકારી હતી. ત્યારબાદ આ રેકોર્ડ તુટ્યો હતો. આફ્રિકી મેન ઓફ દ મેચ જાહેર થયો હતો.

(8:06 pm IST)