Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

વધુ એક પાકિસ્તાની ક્રિકેટર કરશે ભારતીય યુવતી સાથે લગ્ન : જાણો કોણ છે આ ક્રિકેટર....

નવી દિલ્હીશોએબ મલિક બાદ વધુ એક પાકિસ્તાની ક્રિકેટરના લગ્ન ભારતીય યુવતી સાથે થવા જઈ રહ્યા છે.શોએબ મલિકે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. હવે પાક ટીમના ફાસ્ટ બોલર હસન અલીના લગ્ન હરિયાણાની યુવતી શામિયા આરઝૂ સાથે 20 ઓગસ્ટે થશે. સામિયાના લગ્ન દુબઈમાં થવાના છે. માટે શામિયાના 10 પરિવારજનો 17 ઓગસ્ટે દુબઈ જવા રવાના થશે. શામિયા આરજૂ એર અમિરાતમાં ફ્લાઈટ એન્જિનિયર છે.તેણે હરિયાણાની યુનિવર્સિટીમાંથી એરોટેકનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. પહેલા તે જેટ એરવેઝમાં કામ કરતી હતી. જોકે ત્રણ વર્ષથી તે અમિરાતમાં ફ્લાઈટ એન્જિનિયર છે.શામિયાના પિતાએ કહ્યુ હતુ કે, પુત્રીના લગ્ન ભારતમાં કે પાકિસ્તાનમાં થાય તેનાથી ફરક નથી પડતો. ભાગલા સમયે અમારા ઘણા પરિવારજનો પાકિસ્તાન જતા રહ્યા હતા. આજે પણ તેમની સાથે અમારી વાતો થતી હોય છે.

(5:57 pm IST)