Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

ધોની સાચો દેશભકત

વિન્ડીઝના બોલર કોટરેલે માહીને કરી સેલ્યુટ

નવી દિલ્હી : ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેવા આપવા માટે મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરી વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલે. કોટરેલે હાલમાં જ ઘણા ટ્વીટ કર્યા અને ધોની સાથેનો એક વિડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો ૨૦૧૮નો છે જયારે ધોનીને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

કોટરેલે ટ્વીટમાં કહ્યું હતું કે ક્રિકેટના મેદાન પર આ વ્યકિત ખૂબ જ પ્રેરણાત્મક હોય છે. જોકે તે એક સાચો દેશભકત પણ છે જે પોતાના દેશ માટે સેવા આપી રહ્યો છે. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી હું જમૈકામાં મારા ઘરમાં છું.

મેં મારા મિત્રો અને ફેમિલીને આ વિડિયો શેર કર્યો હતો, કારણ કે તેમને ખબર છે કે સન્માનને લઈને હું કેવું ફીલ કરું છું. પત્ની અને પતિ વચ્ચેની આ ક્ષણ ખરેખર દેશ અને પાર્ટનર વચ્ચેના પ્રેરણાદાયી પ્રેમને દર્શાવે છે.

(3:59 pm IST)