Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

૪૦૦ મીટરની હર્ડલ્સમાં ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો દલિલાહ મોહમ્મદે

આઈઓવા : ઓલિમ્પિક ચેમ્પિયન દલિલાહ મોહમ્મદે એથ્લેટિકસની દુનિયામાં ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. તેણે યુનાઇટેડ સ્ટેટ્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪૦૦ મીટર હર્ડલ્સ દોડને ૫૨.૨૦ સેકન્ડમાં પૂરી કરી હતી. આટલી સેકન્ડમાં દોડ પૂરી કરીને રવિવારે તેણે આઇઓવામાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. ૨૦૦૩માં રૂસી રનર યુલિયા પેચોનકીનાએ આ દોડ ૫૨.૩૪ સેકન્ડમાં પૂરી કરી હતી. દલિલાહ તેનાથી ૦.૧૦ સેકન્ડના માર્જિનથી આગળ છે. યુવા સિડની મૈકલોગનિકે આ દોડ ૫૨.૮૮ સેકન્ડમાં પૂરી કરી હતી. તે પોતાના વ્યકિતગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી માત્ર ૦.૧૩ સેકન્ડથી દૂર હતી.

(3:58 pm IST)