Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

શ્રીલંકાને ટેસ્ટમાં ટક્કર આપવા સ્પિનર્સને ઊતરશે ન્યૂઝીલેન્ડઃ ઓગષ્ટમાં બંને ટીમો ટકરાશે

વેલિંગ્ટન : વર્લ્ડ કપ ટુર્નામેન્ટ બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એક ઓગસ્ટથી શરૂ થઈ રહી છે જેમાં ન્યૂ ઝીલેન્ડ અને શ્રીલંકા ટીમ ઓગસ્ટ મહિનામાં આમને - સામને થશે. આ બંને ટીમો વચ્ચે થનારી બે ટેસ્ટ મેચ શ્રીલંકામાં રમાશે. શ્રીલંકા પીચને ધ્યાનમાં રાખીને આ ટેસ્ટ-મેચમાં ન્યુઝીલેન્ડનો પ્લેયર પોતાના સ્પીનર ને લઈને મેદાનમાં ઉતરે જેમાં એજાઝ પટેલ, વિલ સોમેરવિલા, મિચેલ સેન્ટનર અને ટોડ એલેના સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્લેયરોને ટીમના ૧૫ મેમ્બરોના સ્કોવડમાં સ્થાન મળતા લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી ને આરામ આપવામાં આવશે. ન્યુ ઝીલેન્ડની ટીમના કોચ ગેરી ટેડના મતે આ સ્પિનરની ટોળકી શ્રીલંકા પર ભારી પડી શકે છે. વર્લ્ડ કપ બાદ તેઓ હવે આ સિરીઝ પર ફોકસ કરી રહ્યા છે અને એ માટે તેઓ ઘણા આતુર છે. એક ઓગસ્ટથી શરૂ થતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જૂન ૨૦૨૧ સુધી ચાલશે જેની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના ઐતિહાસિક ગ્રાઉન્ડ લર્સમાં રમાશે.

(1:03 pm IST)