Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

જર્મન ગ્રેન્ડ પ્રિકસનો વિજેતા બન્યો મેકસ વેર્સ્ટાપેન

ફોર્મ્યુલા વન રેસ દરમિયાન વરસાદ હોવા છતાં રેડ બુલ ના મેકસ વેસ્ટપેને ફરારીના સબેસ્ટિયન વિટલને હરાવીને જર્મન ગ્રેન્ડ પ્રિકસ જીતી લીધી છે. મેકસ આ રેસ પૂરી કરવા ૧:૪૪:૩૧,૨૭૫નો સમય લીધો હતો. આ વર્ષમાં મેકસની આ બીજી જીત છે. રેસમાં બીજા, ત્રીજા અને ચોથા ક્રમાંકે અનુક્રમે સબેસ્ટિયન વિટલ, ટોરો રોસોના ડેનિલ કવયાત અને લાંસ સ્ટોલ રહ્યા હતા. પાંચ વાર ચેમ્પિયન રહેલી મર્સિડીઝની લુઇસ હેમિલ્ટન અગિયારમા ક્રમાંકે રહ્યો હતો.

(1:03 pm IST)