Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

આજથી થાઇલેન્ડ ઓપનઃ સિંધુની વર્ષના પ્રથમ ટાઇટલ પર

છેલ્લા કેટલાક સમયથી સિંધુ ઈજાથી પીડાઈ રહી છે : આ ટુર્નામેન્ટમાં સાતમો ક્રમ અપાયો

બેગકોક : ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયર પી.વી., સિંધુ શરૂ થઈ રહેલા થાઇલેન્ડ ઓપન ટાઇટલ માટે કમર કસી રહી છે. સતત બે ટુર્નામેન્ટમાં તે જાપાનની અકાને યામાગુચીની સામે હારી છે . ઇન્ડોનેશિયા ઓપન. ફાઈનલમાં અને જાપાન ઓપન કવાર્ટર ફાઇનલમાં તે યામાગુચી સામે હારી હતી.

સાત મહિનામાં સિંધુ હજુ સુધી એક પણ ટાઈટલ નથી જીતી શકી એથી તે આ ટુર્નામેન્ટ માટે ખૂબ જ મહેનત કરી રહી છે. સિંધુ મહિલા સિંગલ્સમાં પોતાના ગામની શરૂઆત ચીનની હાન યૂઈ સામે કરશે. જાપાન ઓપન નો પહેલા રાઉન્ડમાં તે આ પ્લેયરની સામે જીત મેળવી ચૂકી છે. સિંધુ જો તેને હરાવી દેશે તો તેનો સામનો કવોર્ટર ફાઇનલમાં રતચાનોક ઇંતાનોન સામે થશે. ટુર્નામેન્ટમાં સાઇના નેહવાલ ને સાતમો ક્રમ આપવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ઇજાને કારણે કોટથી દૂર છે. સ્વાસ્થનાં કારણોથી તેણે ઇન્ડોનેશિયા અને જાપાન ઓપનમાં થી પોતાનું નામ લઈ લીધું હતું. તે આગામી મહિને વિશ્વ ચેમ્પિયનશિપ પહેલાં લયમાં આવ વાની કોશિશ કરી રહી છે. અહીં પ્રથમ રાઉન્ડમાં તેનો સામના કવોલિફાય ખેલાડી સામે થશે.

(1:02 pm IST)