Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ૨૦૧૯ ઢાંકા ખાતે ભારત ચેમ્પિયન ભાવેણાની ઋચા ત્રિવેદીએ ત્રીજું સ્થાન અંકે કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ભાવનગર, તા. ૩૦ : આ ચેમ્પિયનશિપ માં ઋચા ત્રિવેદી માત્ર ૯ વર્ષ ની ઉમર ની સૌથી નાની ખેલાડી હતી, તે અંડર ૧૫ ના એઈજ ગ્રૂપ માં રમી હતી.તેમજ ઋચા ત્રિવેદી એ એક સોલો પરફોર્મન્સ પણ આપ્યું હતું.

તા ૨૬ થી ૨૮ જુલાઈ દરમ્યાન ઢાંકા બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ૨૦૧૯ માં ભાવનગર ની ઋચા ઓમભાઈ ત્રિવેદી એ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો તેની સાથે ભારત કુલ ૨૩ મેડલો સાથે ચેમ્પિયન બન્યું અને બાંગ્લાદેશ રનર્સઅપ થયેલ.

બાંગ્લાદેશ સરકાર દ્વારા યોગાસન ને ઓફિશ્યલ સ્પોર્ટસ તરીકે સમાવ્યા બાદ આ પહેલી એશિયન ચેમ્પિયનશિપ યોજવામાં આવેલ હતી, આ ચેમ્પિયનશિપ માં બાંગ્લાદેશ સરકાર ના વિવિધ વિભાગો ના મંત્રીશ્રીઓ ,ભારતીય હાઈ કમિશન ના અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા તથા ભારત ની સાંસ્કૃતિક ધરોહર યોગ વિશે સમર્પણ ભાવ વ્યકત કરી ભારત ની આ વિરાસત ને આગળ વધારવા સંકલ્પબદ્ઘ થયા હતા.

ભારત ની ટિમ ને બાંગ્લાદેશ સરકાર દ્વારા સ્ટેટ ગેસ્ટ નો દરજ્જો આપી ૨૪ કલાક સદ્યન સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી હતી.

ઋચા ઓમભાઈ ત્રિવેદી તથા ભારતીય ટિમ ના કોચ અને રેવતુભા સર તા ૨૯ જુલાઈ ના રોજ ઢાકા, બાંગ્લાદેશ થી ભાવનગર આજે પરત ફરશે.

(11:31 am IST)