Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ભારતની હરમનપ્રિત કૌરે કર્યો લંકાશર થન્ડર સાથે કરાર

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌરે ઇંગ્લેન્ડની કિયા સુપર લીગ 2018ના સત્રમાં વિદેશી ખેલાડી તરીકે લંકાશર થન્ડર સાથે કરાર કર્યો છે. જેમાં તે સ્મુતિ મનધારા પછી લીગમાં રમનાર બીજી ભારતીય ક્રિકેટ બની ગઈ છે.

હરમનપ્રીતે 2016માં ઇતિહાસ રચ્યો હતો જયારે ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસમાં શાનદાર પ્રદર્શન પછી બિગ બેશ લીગ સાથે જોડાઈને તે પહેલી ક્રિકેટર પુરુષ-મહિલા બની હતી. તેને સિડની થન્ડર સાથે કરાર કર્યો છે હરમનપ્રીતે કહ્યું કે હું 2018 કિયા સુપર લીગ પહેલા લંકાશર થન્ડર સાથે કરાર થતા ખુબ ખુશ છું. હું ટુર્નામેન્ટમાં રમવા માટે ખુબ આતુરતાથી રાહ જોઈ રહી છું અને ખાશ કરીને એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમવાની.

(4:56 pm IST)