Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

પાકિસ્તાનને મળી ૨૦૨૦ એશિયા કપની યજમાની : યુએઈમાં રમાય તેવી સંભાવના

નવી દિલ્હીઃ પાકિસ્તાનને ૨૦૨૦માં એશિયા કપની યજમાની કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તેનું આયોજન સંયુકત આરબ અમીરાતમાં કરવામાં આવી શકે છે કારણ કે જો તે પોતાના દેશમાં આયોજીત કરે છે તો રાજકીય તણાવને કારણે ભારત તેમાં ભાગ લેવા પર શંકા ઉભી રહેશે. એશિયાઇ ક્રિકેટ પરિષદની મંગળવારે સિગાપોરમાં પોતાની બેઠકમા આ ટુનામેન્ટની યજમાની પાકિસ્તાનને સોંપી અને પુરી સંભાવના છે કે તે એશિયા કપનું આયોજન સંયુકત આરબ અમીરાતમાં કરશે.

(3:55 pm IST)