Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

હું હજી પણ રમવા માટે સક્ષમ છું કે નહીં એ જાણવું મારા માટે વધુ મહત્વનું છેઃ ડિવિલિયર્સ

સાઉથ આફ્રિકાની ટીમમાં ફરી રમવાની ઈચ્છા

મુંબઈઃ સાઉથ આફ્રિકન પ્લેયર એબી ડિવિલિયર્સે ક્રિકેટ જગતમાંથી રિટાયરમેન્ટ લઈને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જોકે હવે તે ટીમમાં પાછો આવવા માગે છે અને એ માટે તે પૂરેપૂરો સક્ષમ પણ છે.

ડિવિલિયર્સનું કહેવું છે કે 'સાઉથ આફ્રિકા માટે રમવાની હજી પણ મારી ઈચ્છા છે અને ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મને એ માટેનો પ્રસ્તાવ પણ આપ્યો છે. મારા માટે એ વધારે અગત્યનું છે કે હું ટોપ ફોર્મમાં રહું અને અન્ય પ્લેયર કરતાં સારૃં પર્ફોર્મ કરૃં. ટીમમાં મારી પોઝિશનનો હું અધિકારી છું. હું પ્લેઈંગ ઈલેવનમાં રહું એ વધારે અગત્યનું છે.'

(3:04 pm IST)