Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

દિલ્‍હી સામે મુંબઇને સપોર્ટ કરવા માટે એનજીઓનાં ર૦ હજાર બાળકો પહોંચશે વાનખેડે સ્‍ટેડિયમ

નવી દિલ્‍હી : ૧૭ મી સીઝનમાં નવા કેપ્‍ટન સાથે પ્રથમ જીત મેળવવા તરસી રહેલી મુંબઇ ઇન્‍ડીયન્‍સની ટીમ ૭ એપ્રિલે  રીલાયન્‍સ ફાઉન્‍ડેશન સાથે મળીને એજયુકેશન એન્‍ડ સ્‍પોટર્સ ફોર ઓલ દિવસની ઉજવણી કરશે.

દરેક સીઝનમાં મુંબઇની એક મેચ આ પહેલાને સમર્પિત હોય છે. વાનખેડેમાં દિલ્‍હી કેપિટલ્‍સ સામેની મેચમાં મુંબઇના અલગ-અલગ એનજીઓનાં ર૦ હજારથી વધુ બાળકો હાદૃિક પંડયાની ટીમને સપોર્ટ કરવા સ્‍ટેડિયમમાં હજાર રહેશે.

મુંબઇ ઇન્‍ડીયન ર૦૧૦ થી રિલાયન્‍સ ફાઉન્‍ડેશનની છત્રાછાયા હેઠળ જરૂરીયાતમંદ બાળકો માટે રમતગમત અને શિક્ષણને સમર્થન આપી રહ્યું છે.

(11:45 am IST)