Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ટાર્ગેટ ૯૦ મીટરઃ ૧૦ મેથી દોહા ડાયમન્‍ડ લીગમાં આ લક્ષ્ય સાથે ઉતરશે નીરજ ચોપડા

નવી દિલ્‍હી : જેવલિન થ્રોમાં ઓલિમ્‍પિકસ અને વર્લ્‍ડ ચેમ્‍પીયન નીરજ ચોપડા ૧૦ મેથી પ્રતિષ્‍ઠીત ડાયમન્‍ડ લીગ સીરીઝથી ર૦ર૪ સીઝનની શરૂઆત કરશે. નીરજ ચોપડાનું વ્‍યકિતગત સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન ૮૯.૯૪ મીટર છે.

નીરજ ચોપડાએ કહ્યું છે કે આ વર્ષે મારું અંગત લક્ષ્ય મારા ઓલિમ્‍પિકસના ખિતાબને જાળવી રાખવાનું છે અને ૯૦ મીટર પાર થ્રો કરીને પોતાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન આપવાનો છે. ર૬ વર્ષના નીરજ ચોપડાએ છેલ્લી સીઝનનો અંત ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્‍સનું ગોલ્‍ડ મેડલ સાથે કર્યો હતો.

દોહા મીટ એ ર૦ર૪ ડાયમન્‍ડ લીગ સિરીઝનું ત્રીજું ચરણ છે. ડાયમન્‍ડ લીગ ચાર અલગ-અલગ ખંડોમાં કુલ ૧પ તબકકામાં થાય છે. એ ર૦ એપ્રિલે ઝિયામેનથી શરૂ થશે., જયારે એનો છેલ્લો તબકકો બ્રસેલ્‍સમાં ૧૩-૧૪ સપ્‍ટેમ્‍બરે યોજાશે.

(11:44 am IST)