Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મુંબઈ ઈન્ડિયન્સ પર કિંગ્સ ઈલેવનની આઠ વિકેટે જીત

રાહુલ અને ક્રિસ ગેઈલની ઝંઝાવતી બેટીંગ રહી : માલિંગા, બુમરાહ અને પંડ્યા જેવા બોલરો ફ્લોપ પુરવાર

ચંદીગઢ, તા. ૩૦ : ચંદીગઢમાં આજે રમાયેલી  આઈપીએલની એક મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે મુંબઈ ઈન્ડિયન્સ ઉપર આઠ વિકેટે જીત મેળવી હતી. રાહુલે કિંગ્સ ઈલેવનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. કિંગ્સ ઈલેવન તરફથી રાહુલે છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૫૭ બોલમાં ૭૧ રન ફટકાર્યા હતા. જ્યારે ક્રિસ ગેઈલ ૪૦ રન કરીને આઉટ થયો હતો. ૨૪ બોલમાં ત્રણ ચોગ્ગા અને ચોરા છગ્ગાની મદદથી આ રન ગેઈલે બનાવ્યા હતા. અગ્રવાલ ૪૩ રન કરીને આઉટ થયો હતો. આ મેચ મુંબઈ સામે કિંગ્સ ઈલેવને સરળતાથી જીતી લીધી હતી. ક્રિસ ગેઈલના શાનદાર ફોર્મના કારણે હાલમાં કિંગ્સ ઈલેવનની ટીમ ધરખમ ફોર્મમાં દેખાઈ રહી છે. એક પછી એક મેચમાં જીત થઈ રહી છે. માલિંકા, બુમરાહ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા બોલરો બિનઅસરકારક રહ્યા હતા. તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ડીકોકે ૩૯ બોલમાં ૬૦ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ  ૧૯ બોલમાં ૩૧ રન કર્યા હતા. જ્યારે રોહિત શર્માએ ૩૨ રન કર્યા હતા. આ મેચ જોવા માટે ચંદીગઢના મોહાલી મેદાન પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોહાલી મેદાન ઉપર આજે પણ છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી હતી.  આજે રમાયેલી મેચમાં ૧૦ છગ્ગા લગાવવામાં આવ્યા હતા. જેમાં એકલા ક્રિસ ગેઈલને ચાર છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે એક છગ્ગો રાહુલે ફટકાર્યો હતો. ડીકોકે બે છગ્ગા આજની મેચમાં લગાવ્યા હતા. આજની મેચની મુખ્ય વિશેષતા રાહુલની શાનદાર બેટીંગ રહી હતી. તેની સામે મુંબઈ ઈન્ડિયન્સના બોલરો નિઃસહાય દેખાયા હતા અને આખરે ટીમ પરાજિત થઈ હતી. બીજી બાજુ અશ્વિને કિંગ્સ ઈલેવન તરફથી શાનદાર બોલીંગ કરીને ચાર ઓવરમાં માત્ર ૨૬ રન જ આપ્યા હતા.

સ્કોરબોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સ ઈનિંગ્સ :

રોહિત શર્મા

એલબી બો.વીલજોન

૩૨

ડીકોક

એલબી બો.સામી

૬૦

યાદવ

એલબી બો.એમ અશ્વિન

૧૧

યુવરાજ

કો.સામી બો.એમ અશ્વિન

૧૮

પોલાર્ડ

કો.અગ્રવાલ બો.ટાઈ

૦૭

હાર્દિક

કો.મનદીપ બો.સામી

૩૧

કૃણાલ

કો.અશ્વિન બો.વીલજોન

૧૦

મેકલાગન

અણનમ

૦૦

મારકન્ડે

અણનમ

૦૦

વધારાના

 

૦૭

કુલ

(૨૦ ઓવરમાં સાત વિકેટ)

૧૭૬

પતન  : ૧-૫૧, ૨-૬૨, ૩-૧૨૦, ૪-૧૨૬, ૫-૧૪૬, ૬-૧૬૨,  ૭-૧૭૫.

બોલિંગ : આર અશ્વિન : ૪-૦-૨૬-૦, સામી : ૪-૦-૪૨-૨, વીલજોન : ૪-૦-૪૦-૨, ટાઈ : ૪-૦-૪૦-૧, એમ અશ્વિન : ૪-૦-૨૫-૨.

કિંગ્સ ઈલેવન ઈનિંગ્સ :

રાહુલ

અણનમ

૭૧

ગેઈલ

કો.હાર્દિક બો.કૃણાલ

૪૦

અગ્રવાલ

કો.એન્ડ બો. કૃણાલ

૪૩

મિલર

અણનમ

૧૫

વધારાના

 

૦૮

કુલ

(૧૮.૪ ઓવરમાં ૨ વિકેટે)

૧૭૭

પતન : ૧-૫૩, ૨-૧૧૭.

બોલિંગ : મેગલાગન : ૪-૦-૩૫-૦, માલિંગા : ૩-૦-૨૪-૦, બુમરાહ : ૩.૪-૦-૨૩-૦, હાર્દિક : ૩-૦-૩૯-૦, કૃણાલ : ૪-૦-૪૨-૨, મારકન્ડે : ૧-૦-૧૨-૦.

(8:30 pm IST)