Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ જીત્યા ગોલ્ડ મેડલ

તાઈપેઈના તાઓયુઆનમાં ચાલી રહેલી ૧૨મી એશિયન એર ગન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે મનુ ભાકરે વિમેન્સની ૧૦ મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં અને સૌરભ ચૌધરીએ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મિકસ ઈવેન્ટમાં નિરાશા પછી અભિષેક વર્માએ પુરૂષોની ઈન્ડિવિડ્યુઅલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની વિમેન્સ પિસ્ટલ ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની મેડલ ટેલી પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પર પહોંચી ગઈ છે અને હજી અડધી ટુર્નામેન્ટ બાકી છે.

(3:56 pm IST)