Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ભારત ૨૦૨૩માં વર્લ્ડ કપ નહીં જીતે તો રોહિતના નેતૃત્વ પર ખતરો

ભારતીય ક્રિકેટ ટીમમાં વન-ડે, ટી૨૦ના અલગ સુકાની : ભારતીય ટીમના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકે બે અલગ-અલગ કપ્તાનીનું સમર્થન કરવા સાથે સંકેત આપ્યા

નવી દિલ્હી, તા.૩૦ : ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની પૂર્ણાહુતિ થઈ ત્યારથી અત્યારસુધીમાં ભારતનું નેતૃત્વ વન-ડેઅને ટી૨૦ૈંમાં બે અલગ-અલગ કેપ્ટન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાંથી ભારત બહાર થયું ત્યારથી રોહિત શર્માંને એક પણ ટી૨૦ રમવાની તક આપવામાં આવી નથી અને હાર્દિક પંડ્યા જ કેપ્ટનશિપ કરી રહ્યો છે. હાલ ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી સીરિઝમાંથી પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ટીમના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકનું નિવેદન સામે આવ્યું છે અને તેણે બે અલગ-અલગ કપ્તાનીનું સમર્થન કર્યું છે.

દિનેશ કાર્તિકે દાવો કર્યો કે, જો ભારત વર્લ્ડ કપ ૨૦૨૩ ન જીતી શક્યું તો રોહિત શર્મા પોતાનું કેપ્ટનનું પદ ગુમાવી શકે છે. તેણે ઉમેર્યું કે 'જો કેસ પોતાને રજૂ કરે છે, તો શા માટે નહીં? પરંતુ અત્યારે બે કારણોસર મારા માટે આ કહેવું યોગ્ય નહીં રહે. એક, ભારત ત્યારબાદ ત્રણ જ ટી૨૦ મેચ રમ્યું છે. તેઓ આઈપીએલ બાદ વેસ્ટઈન્ડિઝ સામે ટકરાશે. એકવાર આઈપીએલ પૂર્ણ થઈ ગયા બાદ સ્થિતિ ક્યાં છે તેની જાણ થશે તેમ મને લાગી રહ્યું છે'.

'જો રોહિત શર્માની ટીમ વર્લ્ડ કપમાં કંઈ ખાસ નહીં કરે તો, આપણને વિભાજિત કેપ્ટનશિપની તક જોવા મળી શકે છે. મને લાગે છે કે, તે સમયે તક પોતાને રજૂ કરશે. જો રોહિત શર્મા કંઈક ખાસ ઉપલબ્ધિ મેળવશે તો આપણે બધા અલગ રીતે વિચારવાનું પસંદ કરીશું અને જો તે પોતે રમવા તૈયાર હોય તો ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપમાં તેને કેપ્ટનશિપ મળશે', તેમ તેણે ઉમેર્યું હતું.

દિનેશ કાર્તિકે હાર્દિક પંડ્યાના નેતૃત્વના વખાણ કર્યા હતા. આ આલરાઉન્ડરે ભારત માટે નવ ટી20Iમાં કપ્તાની કરી છે, જેમાંથી છમાં મેળવી છે. શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20Iમાં તેમની હાર પંડ્યાની આગેવાની હેઠળની બીજી હતી.

આગળ તેણે કહ્યું હતું કે પંડ્યા મોટી ગેમ માટે જીવે છે. વિરાટ કોહલી બાદ જો મેં કોઈને મોટી ગેમ રમતાં જોયો હોય તો તે હાર્દિક પંડ્યા છે. તમારે આ લિસ્ટમાં બુમરાહને પણ રાખવો જોઈએ. બેટ્સમેન તરીકે પંડ્યાને મોટી ગેમ ગમે છે. બોલરની ભૂમિકામાં તો તે પહેલાથી જ સારી રીતે ફિટ છે. આ કંઈક એવું છે, જેને તે એન્જોય કરે છે'.

 

(8:20 pm IST)