Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મુરલી વિજયે આંતરરાષ્ટીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી :

ટ્વિટર માં મુરલી વિજયે જણાવેલ કે તેને ક્રિકેટ રમવાની તક આપવામાં આવી તે દરેકનો આભારી છું : મુરલી વિયાજયે ૬૧ ટેસ્ટ માં ૩૯૮૨ રન તથા ૧૭ વનડે માં ૩૩૯ રન ફટકાર્યા છે તેમની બેટિંગ એવરેજ ૩૮.૩ હતી

મુરલી વિજયે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની ટ્વિટર માં મુરલી વિજયે જાહેરાત કરી છે.

તેમણે ટ્વિટર પર એક પત્ર જારી કરીને આ માહિતી આપી હતી.

આ પત્રમાં તેમણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવું સન્માનની વાત છે.

આ ટ્વીટમાં વિજયે બીસીસીઆઈ, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન, આઈપીએલ અને ચેન્નાઈ સુપર કિંગ્સને પણ ટેગ કર્યા છે અને લખ્યું છે કે તેને ક્રિકેટ રમવાની તક આપવા બદલ તે દરેકનો આભારી છે.

વિજય પોતાના પત્રમાં તેના સપનાને સાકાર કરવામાં મદદ કરવા બદલ તેના સાથી ખેલાડીઓ, કોચ, માર્ગદર્શકો અને સહાયક સ્ટાફનો આભાર માન્યો છે.

વિજયે ક્રિકેટ ચાહકોનો પણ આભાર માન્યો છે. તેમણે પોતાના પરિવાર અને મિત્રોનો પણ આભાર માન્યો છે.

મુરલી વિજયે 61 ટેસ્ટમાં કુલ 3,982 રન બનાવ્યા જ્યારે 17 વનડેમાં 339 રન બનાવ્યા. તેમણે ટેસ્ટમાં 12 સદી અને 15 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેની બેટિંગ એવરેજ 38.3 હતી.

(8:01 pm IST)