Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

જ્યાં સુધી મારી પત્ની મારા સાથે પ્રવાસથી થાકી ન જાય ત્યાં સુધી હું રમીશ: ફેડરર

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયન ઓપન સાથે જ કારકિર્દીનું ૨૦મું ગ્રાન્સ્લેમ જીતનારા ટેનિસના સુપરસ્ટાર ૩૬ વર્ષીય રોજર ફેડરરનો હાલ પૂરતો નિવૃત્તિનો કોઇ ઇરાદો નથી. બલ્કે ફેડરરે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાના સંકેત પણ આપ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન-૨૦૧૮માં ચેમ્પિયન બન્યા બાદ ફેડરરને પૂછવામાં આવ્યું કે હજુ તે ક્યાં સુધી રમવા માગે છે ત્યારે તેણે જણાવ્યું હતું કે, 'હું છેલ્લા ૧૨ મહિનામાં ૩ ગ્રાન્ડસ્લેમ જીતી ચૂક્યો છું, બાબત મારા માટે અવિશ્વસીય છે. મારે પસંદગીની ટુર્નામેન્ટમાં રમવાનું છે, જીતવાની ભૂખ બરકરાર રાખવાની છે. આમ કરવામાં સફળ રહીશ તો ઉંમર માત્ર આંકડો બની રહેશે અને હું વધુ લાંબો સમય રમી શકીશ. હું કોઇ પણ ટુર્નામેન્ટમાં રમવા જાઉં ત્યારે પત્ની મિરકા મારી સાથે પ્રવાસ કરે છે. મિરકા પ્રવાસથી કંટાળે નહીં ત્યાં સુધી રમવા માગું છું. તેના સાથ વિના મારા માટે આ મુકામ સુધી પહોંચવું શક્ય જ નહોતું. હું મારા બાળકોને જોયા વિના બે સપ્તાહથી વધુ હવે રહી શકતો નથી. ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ હું મારા સંતાનોના રૃમમાં આવ્યો ત્યારે તેઓ ઉંઘી રહ્યા હતા. રૃમમાં હું દાખલ થયો એ સાથે જ પુત્રી મ્યાલા જાગી ગઇ અને મને પૂછ્યું કે તમે જીતી ગયા ને ? મેં તેના જવાબમાં યસ કહ્યું તો તે મને ખૂશીથી વળગી પડી હતી. આ ક્ષણે મારો ઉત્સાહ વધારી દીધો હતો. '

(4:49 pm IST)