Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મેચમાં બોલિંગ કરતા હાર્ટ એટેક આવતા ખેલાડીનું મોત

નવી દિલ્હી: હૈદરાબાદના એક ઘરેલુ મેચમાં ક્રિકેટમાં મેચ દરમિયાન બોલિંગ કરતા ખેલાડીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું  છે મામલાની ખબર પ્રમાણે છે 23 વર્ષીય એંથિની નામનો ખેલાડી ત્રણ બોલ નાખ્યા પછી ચોથો બોલ નાખવા જતા જમીન પર ઢળી પડ્યો હતો. મેદાનમાં હાજર સ્ટાફ દ્વારા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પણ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તમામ ઘટના કેમેરામાં ક્લીક થઇ ગઈ છે. અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

(4:48 pm IST)