Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચ 6 વિકેટથી જીતી

નવી દિલ્હી:ઓલિવિયરની ટેસ્ટમાં કુલ ૧૧ વિકેટ બાદ આજે ત્રીજા દિવસે અમલાની અણનમ ૬૩ અને એલ્ગરની ૫૦ રનની ઈનિંગને સહારે સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૪૯ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ ૫૦.ઓવરમાં ચાર વિકેટે ૧૫૧ રન કરતાં જીત મેળવી લીધી હતી. સાથે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં યજમાનોએ ૧-૦થી સરસાઈ હાંસલ કરી લીધી છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ઓલિવિયરને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સેન્ચુરિયન ટેસ્ટમાં શરૃઆતના બંને દિવસ ૧૫-૧૫ વિકેટ પડી હતી. પાકિસ્તાનની પ્રથમ ઈનિંગ ૧૮૧માં સમેટાઈ હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં ૨૨૩ રન નોંધાવ્યા હતા. પાકિસ્તાનની બીજી ઈનિંગ ૧૯૦માં સમેટાઈ જતાં સાઉથ આફ્રિકાને જીતવા ૧૪૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેમણે ત્રીજા દિવસે હાંસલ કરી લીધો હતો.અમલા અને એલ્ગરની જોડીએ બીજી વિકેટમાં ૧૧૯ રન જોડયા હતા. અગાઉ માર્કરામ શૂન્ય પર આઉટ થયો હતો. એલ્ગરે ૧૨૩ બોલમાં ૫૦ રન કર્યા હતા. જ્યારે અમલાએ ૧૪૮ બોલમાં ૧૧ ચોગ્ગા સાથે અણનમ ૬૩ રન કર્યા હતા.

(5:26 pm IST)