Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

બીસીસીઆઇની બેઠકમાં કોહલી માંગ કરશે ભારતીય ક્રિકટરોના પગાર વધારાની

નવી દિલ્હી:ભારતના કેપ્ટન કોહલી, કોચ શાસ્ત્રી અને સિનિયર ખેલાડી તેમજ ભુતપૂર્વ કેપ્ટન ધોની અઠવાડિયાના અંત સુધીમાં ભારતીય ક્રિકેટ બોર્ડની સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટી કમિટીના વડા વિનોદ રાય જોડે ખેલાડીઓના પગાર અને કરારની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે તેવી માંગ સાથે મીટિંગ યોજવાના છે. ભારતીય ક્રિકેટ બોર્ડે માત્ર આઈપીએલના પ્રસારણના હક્ક પેટે રૃપર્ટ મુર્ડોકની સ્ટાર ઇન્ડિયા ચેનલ સાથે ૨૦૧૮ થી ૨૦૨૨ એમ પાંચ વર્ષના પ્રસારણ હક્કો માટે . અબજ ડોલર એટલે કે અંદાજે રૃ. ૧૬૫૦૦ કરોડની રકમ સાથે કરાર કર્યો છે. ભારતના અન્ય આંતરરાષ્ટ્રીય મેચોના ટેસ્ટ, વન ડે અને ટી-૨૦ના કરારની રકમ જુદી થાય છે. ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડને આઇસીસી તરફથી પણ તેનો તગડો હિસ્સો મળતો હોય છે. ભારતીય ક્રિકેટરોની એવી લાગણી છે કે તેઓ જે હદે ભારતીય ક્રિકેટ બોર્ડને માટે ટંકશાળ પૂરવાર થઇ રહ્યા છે તેની તુલનામાં તેઓને હદે પગાર નથી મળતો. અત્યારે ભારતના ટોચના ખેલાડીઓને વર્ષે લાખ ડોલર એટલે કે રૃ. બે કરોડની આસપાસ રકમ મળે છે. ટોચના '' ગ્રેડ સીવાય ક્રિકેટરો માટે રકમ ઘટતી જાય છે.

 

(5:57 pm IST)