Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

સચિનની જર્સી 'નંબર ૧૦' રીટાયર્ડઃ BCCIનો નિર્ણય

શાર્દુલ ઠાકુરે શ્રીલંકા વિરૂદ્ઘ ડેબ્યૂ કરતા ૧૦ નંબરની જર્સી પહેરતા સચિનના ફેન્સ દ્વારા વિરોધ થયેલ

ફેન્સના ભારે વિરોધ બાદ અંતે બીસીસીઆઈએ સચિન તેંડુલકરની જર્સી નંબર ૧૦ને આંતરરાષ્ટ્રીય મેચો માટે રિટાયર્ડ કરવાનો નિર્ણય લીધો છે. જોકે બોર્ડ આ જાહેરાત બિનસત્ત્।ાવાર રીતે કરી છે. થોડા દિવસો અગાઉ યુવા ક્રિકેટર શાર્દુલ ઠાકુરે શ્રીલંકા વિરૂદ્ઘ ડેબ્યૂ મેચમાં ૧૦ નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. જેનો સચિન અને ક્રિકેટ ફેન્સે ઘણો વિરોધ કર્યો હતો. આ મામલે શાર્દુલ ઠાકુરની સાથે બોર્ડ પણ ફેન્સના નિશાના પર રહ્યું હતું.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જર્સીને રિટાયર્ડ કરવા અંગે બોર્ડના અધિકારીએ કહ્યું કે, આ જર્સીના લીધે ખોટા વિવાદ થાય છે અને ખેલાડીઓને ટીકાઓનો સામનો કરવો પડે છે. હવે આ નંબરને બિનસત્ત્।ાવાર રીતે રિટાયર્ડ કરવો જ યોગ્ય વિકલ્પ છે. જોકે આ ૧૦ નંબરની જર્સીને ઈન્ડિયાએ અથવા લિસ્ટ-એ કે નોન-ઈન્ટરનેશનલ મેચોમાં કોઈપણ ખેલાડી પહેરી શકે છે, આ જર્સી આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ ખેલાડી નહીં પહેરી શકે. બીસીસીઆઈએ આ નિર્ણય લેતા પહેલા દ્યણા ટોચના ખેલાડીઓ સાથે વાત કરી હતી, જેઓ આ જર્સીને રિટાયર્ડ કરવાની વાત સાથે સહમત હતા. આ વાત સ્પષ્ટ છે કે, ભારતીય ક્રિકેટને ૨૪ વર્ષથી વધુ સમય આપનાર સચિન તેંડુલકર પાસે જ આ જર્સી નંબર ૧૦ રહી છે. શાર્દુલ ઠાકુરે ૩૧ ઓગસ્ટના રોજ નંબર ૧૦દ્ગક જર્સી સાથે શ્રીલંકા સામેની પ્રથમ વનડે રમતા ડેબ્યૂ મેચ બાદ જ તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો. જે પછી તે બીજી વનડેમાં ૫૪ નંબરની જર્સી સાથે મેદાનમાં ઉતર્યો હતો. શાર્દુલે જણાવ્યું હતું કે, તેની જન્મ તારીખનું ટોટલ ૧૦ થતો હોવાથી તેણે ૧૦ નંબરની જર્સી પહેરી હતી. જોકે સચિનની નિવૃત્ત્િ। બાદ કોઈપણ ખેલાડીએ આ પહેલા ૧૦ નંબરની જર્સી પહેરી નહોતી.

(4:13 pm IST)