Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માટે મુશ્કેલી વધીઃ કેપ્ટન સાકીબ ઉપર તમામ ક્રિકેટ ફોર્મેટ માટે ૨ વર્ષનો પ્રતિબંધ મુકતુ ICC

ઢાકાઃ બાંગ્લાદેશના કેપ્ટન અને બાંગ્લાદેશ ક્રિકેટ માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેમ કે, બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સ્થાનીય અખબારો અનુસાર શાકિબ અલ હસનને એક મેચ સમયે બુકીએ ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો. પણ આ મામલાની જાણકારી શાકિબે આઈસીસીને આપી ન હતી. આ ઉપરાંત ખબરો એવી પણ છે કે, આઈસીસીના નિર્દેશો અનુસાર શાકિબને પ્રેક્ટિસ સેશનથી દૂર રાખવામાં આવી રહ્યો હતો.

બાંગ્લાદેશના એક પ્રમુખ અખબારના દાવા પ્રમાણે શાકિબ અલ હસનને બે વર્ષ પહેલાં ફિક્સિંગ માટે ઓફર મળી હતી. મેચ પહેલાં એક બૂકીએ શાકિબનો સંપર્ક કર્યો હતો. પ્રોટોકોલ પ્રમાણે શાકિબને ફિક્સિંગની ઓફર મળતાં જ આઈસીસીનો સંપર્ક કરવાનો હતો. પણ શાકિબે આમ કર્યું ન હતું. અખબારનું માનીએ તો આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે શાકિબે આઈસીસી આગળ આ વાત છૂપાવી હતી.

રિપોર્ટ પ્રમાણે, શાકિબ અલ હસનને ઓફર મળ્યાની વાત આઈસીસીના એન્ટી કરપ્શન યુનિટને મળી ગઈ હતી. અને તેણે આ મુદ્દા પર શાકિબ સાથે વાત પણ કરી હતી. વાતચીત સમયે શાકિબે પોતાની ભૂલ માની લીધી હતી. શાકિબે આઈસીસી અધિકારીઓને જણાવ્યું કે, તેણે બૂકીને ગંભીરતાથી લીધો ન હતો. એટલા માટે તેણે આઈસીસીને આ વાત જણાવી ન હતી.

 

(7:31 pm IST)