Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી વનડેમાં ભારતનો 224 રને ભવ્ય વિજય :રોહિત શર્માએ 162 અને રાયડુએ સેન્ચુરી ફટકારી

રોહિતના સ્કોરને પણ ન વટાવી શક્યું વિન્ડીઝ :36.2 ઓવરમાં 153રનમાં ઓલઆઉટ

 

વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી વનડેમાં ભારતનો 224 રને શાનદાર વિજય થયો છે રોહિત શર્મા (162) અને અંબાતી રાયડુની સદી (100) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી વન-ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 377 રન બનાવ્યા હતાતેના  જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 36.2 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થયું હતું. જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે શ્રેણીની અંતિમ અને પાંચમી વન-ડે 1 નવેમ્બરના રોજ રમાશે.

 

  વેસ્ટ ઇન્ડીઝ રોહિત શર્માના સ્કોર 162ને પણ વટાવી શક્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ અને અહમદે 3-3 વિકેટ ઝડપી હતી. ભુવી અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી. વિન્ડીઝ તરફથી હોલ્ડરે સૌથી વધારે 54 રન બનાવ્યા હતા.

   રોહિત અને રાયડુએ ત્રીજી વિકેટ માટે 211 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે 137 બોલમાં 20 ફોર અને 4 સિક્સર સાથે 162 રન બનાવ્યા હતા. રાયડુએ 81 બોલમાં 9 ફોર અને 4 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા.

   શિખર ધવન 38, વિરાટ કોહલી 16 અને ધોની 23 રને આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોચે 2 વિકેટ, જ્યારે નર્સ અને પૌલે 1-1 વિકેટ ઝડપી હતી.

  ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા હતા. પંતના સ્થાને કેદાર જાધવ અને ચહલના સ્થાને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે

(9:31 pm IST)