Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

વેસ્ટ ઇ‌ન્ડિઝ સામેની સિરીઝમાં મહેન્‍દ્રસિંહ ધોનીનો સ્ફોટક અંદાજ જોવા મળ્યો

મુંબઈઃ સતત પોતાના નબળા પ્રદર્શનના કારણે ધોની પર દબાણ વધી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ધોનીનો સ્ફોટક અંદાજ જોવા મળ્યો નથી. મેચ વીનર ગણાતા ધોનીની ત્રીજી વનડેમાં જરુર હતી છતાં ધોનીએ માત્ર 7 રન બનાવીને વિકેટ ગુમાવી દીધી હતી.

 

પ્રેક્ટિસ દરમિયાન કરી મહેનત

ધોનીને ઓસ્ટ્રેલિયા ટૂરમાં પડતો મૂકવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ધોનીની પ્રદર્શન સામે શંકાઓ ઘેરાઈ રહી છે. પ્રથમ વનડેમાં ધોનીને બેટિંગ માટે ઉતરવાની જરુર નહોતી પડી જ્યારે બીજી વનડેમાં ધોનીએ 25 બોલમાં 20 રન બનાવ્યા હતા જ્યારે ત્રીજી વનડેમાં જ્યારે ટીમને જરુર હતી ત્યારે ધોનીએ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી.

4થી વનડે પહેલા પરસેવો પાડ્યો

ઓસ્ટ્રેલિયા ટૂરમાં ધોનીની પસંદગી નથી કરાઈ અને વનડેમાં નબળા પ્રદર્શન બાદ ધોનીનો જૂનો અંદાજ ફરી મેદાન પર જોવા મળ્યો હતો. ધોનીએ સતત બેટિંગ પ્રેક્ટિસ કરી.

45 મિનિટ કરી મહેનત

ધોનીએ વેકલ્પિક પ્રેક્ટિસ સેશન હોવા છતાં ગ્રાઉન્ડમાં જઈને સ્થાનિક બોલર્સનો સામનો કરીને 45 મિનિટ સુધી નેટ્સ પ્રેક્ટિસ કરી. પાછલા કેટલાક સમયથી ધોની મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે.

અંબાતી રાયડુ પણ રહ્યો હાજર

ઉલ્લેખનીય છે કે, શનિવારે પુણેમાં રમાયેલી ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે 43 રનથી મેચ જીતીને 5 મેચોની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ચોથી મેચ માટે પસંદ કરાયેલા કેદાર જાધવ અને અંબાતી રાયડુએ પણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.

(5:17 pm IST)