Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીના પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યા વખાણ

નવી દિલ્હી:વિરાટ કોહલીનું કદ સતત વધી રહ્યું છે, તો દુનિયાભરના ક્રિકેટપ્રેમી નહી, પરંતુ પોતાના સમયના દિગ્ગજ ક્રિકેટર પણ તેના ફેન ક્લબમા સામેલ થતા જઇ રહ્યા છે. વિન્ડિઝ વિરૂદ્ધ પૂણેમાં સતત ત્રણ સદી બાદ પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર પણ તેનો ફેન બની ગયો છે. અને તેને ટ્વીટર પર ભારતીય કેપ્ટનના ખુબ વખાણ કર્યા છે. વખાણ કરવાની સાથે પોતાના સમયના ખતરનાક બોલરોમાંના એક શોએબે ભવિષ્ટવાણી કરાત કહ્યું કે, તેમના હિસાબથી વિરાટ કેટલી સદી બનાવા જઇ રહ્યો છે. જોકે શોએબ અખ્તરની ભવિષ્યવાણી ચોંકાવનારી છે. કારણ છે કે, જે આંકડો તેને બતાવ્યો છે, તે થોડો આશ્ચર્યજનક છે.તમને ફરીથી જણાવી દઇએ કે, કોહલી વન ડે મેચોમાં સતત ત્રણ સદી બનાવનાર દુનિયોનો નવમો અને ભારતનો પ્રથણ બેટ્સમેન છે. ત્યાં ત્રીજી સદી સાથે તે ભારતીય ધરતી પર સતત ચાર સદી બનાવનારો બેટ્સમેન બની ગયો છે. હવે કોહલી સામે એક મોટો પડકાર કુમાર સંગાકારાને પાછળ છોડવાનો છે. જેમના નામે વન ડેમાં સતત ચાર સદી ફટકારવાનો રેકોર્ડ છે. અને તે આવું કરનાર દુનિયાનો એક માત્ર ખેલાડી છે. હવે આપણે પાછા શોએબ અખ્તર તરફ વળીએ. હવે તમે તો જાણો છો કે પાકિસ્તાની કેટલી મુશ્કેલીઓ કોઇ ભારતીયનાં પ્રદર્શનને સ્વીકારે છે. સચીનનો સ્વીકાર કરવામાં તેમને વર્ષો લાગી ગયા. પરંતુ વિરાટનું પ્રદર્શન છે, જેણે શોએબ અખ્તરને તેમના વખાણ કરવા પર ઉત્સાહિત કરી દીધા.અખ્તરે વિરાટને એક મહાન રન મશીન ગણાવતા પણ સાફ કરી દીધુ છે કે, તેમના હિસાબે કોહલીએ કરિયરમાં કેટલી સદી બનાવી છે અને તેણે કોહલીથી તેના દ્વાર નક્કી કરવામાં આવેલા સદીઓની સંખ્યાને પાર કરવાનો સંદેશ ટ્વીટર પર આપ્યો છે.

(5:17 pm IST)