Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

આ ચેમ્પિયનશીપમાં ભારત-પાકિસ્તાન સંયુક્ત વિજેતા

નવી દિલ્હી:ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ચેમ્પ્યિન્સ ટ્રોફી હોકીમાં રમાનારી ફાઇનલને લઇને જે ઉત્સુક્તા બની હતી. તેની પર વરસાદે પાણી ફેરવી દીધું છે. મસ્કટમાં રવિવારે મુકાબલો શરૂ થાય તે પહેલા ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે મેચ રદ કરવી પડી હતી. ભારતનું પાકિસ્તાનને હરાવીને ખિતાબ કાયમ રાખવાનું સપનું તૂટી ગયું. ભારત અને પાકિસ્તાનને વખતે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા.ભારત અને પાકિસ્તાન બન્ને ટીમોને બે-બે વખત ટૂર્નામેન્ટમાં જોરદાર જીત હાંસલ કરી છે. 2016માં ટૂર્નામેન્ટમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 3-2થી હરાવીને પુરસ્કાર મેળવ્યો હતો. પહેલા ભારતીય ટીમ 2011માં પણ ફાઇનલમાં પાકિસ્તાન સાથે રમી ચૂક્યું છે. તેમા પણ ભારતીય ટીમે બાજી મારી હતી. ગત વિજેતા ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયાઇ રમતમાં સ્વર્ણ પદક વિજેતા ટીમ જાપાને 3-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે પાકિસ્તાને શનિવારે મોડી રાતે રમવામાં આવેલ એક અન્ય સેમીફાઇનલ મેચમાં મલેશિયાને શૂટ આઉટમાં 3-1થી હરાવ્યું હતું.

(5:09 pm IST)