Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

એશિયન ચેમ્પિયનશીપ હોકીનો ફાઈનલ મેચ ધોવાયો : ભારત - પાકિસ્તાન સંયુકત વિજેતા

મસ્કતમાં એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીનો ફાઈનલ મેચ વરસાદના લીધે ધોવાઈ ગયો હતો. જેના પગલે ભારત અને પાકિસ્તાનને સંયુકત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન બંને ખિતાબો ૨-૨ વખત પોતાના નામે કરી ચૂકી છે. ભારતીય હોકી ટીમે જાપાનને ૩-૨થી અને પાકિસ્તાને મલેશીયાને ૩-૨થી શૂટઆઉટમાં હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો

(3:44 pm IST)