Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

બોલ - ટેમ્પરીંગનો રિવ્યુ રીપોર્ટ આજે જાહેર

સાઉથ આફ્રિકાની કેપટાઉન ટેસ્ટમાં બનેલી બોલ - ટેમ્પરીંગની ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે બે કમીટી બનાવી હતી. જેનો રીપોર્ટ આજે જાહેર કરવામાં આવશે. બે રીવ્યુ રીપોર્ટ પૈકી એક નેશનલ ટીમના મેદાન પરના વર્તન અને બીજો ગવર્નીંગ બોડી પર બનેલો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરે કહ્યું હતું કે મેં આ રીપોર્ટ જોયા છે જેમાં કુલ ૪૧ સુચનો આપવામાં આવ્યા છે. આ રીવ્યુ રીપોર્ટથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં સુધારો લાવવામાં મદદ થશે. બોલ ટેમ્પરીંગ વિવાદથી લોકોના મનમાં ઘણીબધી નકારાત્મક વાતો આવી ગઈ છે. અમારી પાસે તક છે. આને ક્રિકેટથી દૂર કરી નાખીએ.

(3:42 pm IST)