Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

તો આ કારણથી બીસીસીઆઇએ ટી-ર૦ વર્લ્ડકપ માટે ધોનીને મેન્ટર બનાવ્યો

નવી દિલ્હી, તા. ર૯ :  બીસીસીઆઇએ આગામી ટી-ર૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે ધોનીને જાહેર કરી સૌને ચોંકાવી દીધેલ. આ જાહેરાત બાદ ચર્ચાઓ અને અફવાઓ એ જોર પકડયું  હતું. જો કે હવે બીસીસીઆઇએ આ નિમણુંક ઉપરથી પડદો ઉચકયો છે. બીસીસીઆઇના કોષાધ્યક્ષ ધૂમલે જણાવેલ કે ટી-ર૦ વર્લ્ડકપમાં ધોનીની હાજરીથી ભારતને ચોક્કસપણે ફાયદો થશે. ધોની એક મહાન કેપ્ટન રહેલ. તેમની કપ્તાનીમાં ભારતે ર૦૦૭ નો પ્રથમ ટી-ર૦ વર્લ્ડકપ, ર૦૧૧ માં વર્લ્ડકપ ર૦૧૦ અને ર૦૧૬માં એશીયા કપ અને ર૦૧૩માં ચેમ્પીયન્સ ટ્રોફી જીતી છે. તેમનો અનુભવ અધ્વીતીય છે અને ટીમ સાથે તેમનું હોવું ખુબ જ સારૂ રહેશે. ધોનીને મેન્ટર બનાવવા પાછળ અનુભવની સાથે ટીમના ખેલાડીઓ તેમના હોવાથી અસુરક્ષીત નથી. ધોની કેપ્ટન તરીકે ખુબ જ સફળ રહ્યો છે.

(3:16 pm IST)