Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વિકેટ પાછળ 800 શિકાર ઝડપી ધોની એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો:નવો કીર્તિમાન સ્થાપિત કર્યો

નવી દિલ્હી ;વિકેટ પાછળ 800 શિકાર ઝડપનાર મહેન્દ્રસિંહ ધોની એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે 37 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીએ સ્ટમ્પ પાછળ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 800 શિકારના ઝડપવાનો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.

  એશિયા કપની ફાઇનલમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ધોનીએ બાંગ્લાદેશના કેપ્ટન મુશરફ મુર્તજાને સાત રને સ્ટમ્પ આઉટ કરી 800મો શિકાર પૂરો કર્યો હતો. આ પહેલા સેન્ચુરી ફટકારનાર ક્રિકેટર લિટન દાસને આઉટ કરી 799ના આંકડાને સ્પર્શ કર્યો હતો. જોગાનુંજોગ આ બંન્ને ખેલાડીઓને આઉટ કરતી વખતે બોલિંગ કુલદિપ યાદવના હાથમાં હતી.

  સ્ટમ્પ પાછળ આ કારનામો કરનાર ધોની ભારતનો પ્રથમ જ્યારે વિશ્વનો ત્રીજો વિકેટકિપર છે. એટલું જ નહીં ધોની એશિયાનો પહેલો વિકેટકિપર છે જેણે આ રેકોર્ડ કરી બતાવ્યો હોય. જેના પછી શ્રીલંકાના ખેલાડી કુમાર સંગારકરાના નામે 678 શિકાર દર્જ છે.

  ધોનીએ અત્યાર સુધી ટેસ્ટમાં 256 કેચ, 38 સ્ટમ્પ, વનડેમાં 306 કેચ અને 113 સ્ટમ્પ અને T-20માં 54 કેચ અને 33 સ્ટમ્પ કર્યા છે.

 

(6:42 pm IST)