Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રોહિત ટેસ્ટ ક્રિકેટમાં સેહવાગ જેવો પ્રભાવશાળી છે : ઈરફાન પઠાણ

પૂર્વ ઓલરાઉન્ડરે તેનો અભિપ્રાય વ્યક્ત કર્યો : રોહિતના ગત્ત વર્ષે વર્લ્ડકપમાં પ સદીની મદદથી ૧૪૯૦ રન : આત્મવિશ્વાસ ગત વર્ષના વનડે રેકોર્ડથી આવ્યો

નવી દિલ્હી, તા. ૨૯ : મધ્ય ઓર્ડર બેટ્સમેન તરીકે ૨૦૧૩માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર રોહિત શર્માને ગત્ત વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે બાદ રોહિતે રેડ બોલ ક્રિકેટમાં પણ પોતાની છબી બનાવી લીધી છે.

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનું માનવું છે કે ટેસ્ટમાં રોહિત શર્મા તેવો જ પ્રભાવ પાડી શકે છે જેવો તેમના પૂર્વ સાથી અને દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો હતો. દક્ષિણ આફ્રિકા સાથે તેના ઓપનર તરીકે ટેસ્ટ ઈનિંગની શરૂઆત કરનાર રોહિત શર્માએ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ૫૨૯ રન બનાવ્યા જ્યારે બાંગ્લાદેશ સામે ૨૭ રન બનાવ્યા હતા. રોહિત ટેસ્ટ ઓપનર તરીકેની શરૂઆતથી બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા છે અને પઠાણનું માનવું છે કે,રોહિતનો આત્મવિશ્વાસ છેલ્લા વર્ષના શાનદાર વનડે રેકોર્ડથી આવ્યો હતો.

            ગત્ત વર્ષે રોહિતે ૨૦૧૯ વર્લ્ડકપમાં પાંચ સદીની મદદથી ૧૪૯૦ રન બનાવ્યા હતા. પઠાણે કહ્યું, 'આપણને ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સદી પણ જોવા મળી, જે આપણે તેને પ્રથમ વનડેમાં પણ જોવા મળી હતી. જ્યારે તે ઓપનર તરીકે આવ્યા હતા.' પઠાણે કહ્યું કે, આગામી વર્ષોમાં તે જેટલી વધુ મેચ રમશે. તે તેટલા જ વધુ ફિટ રહેશે અને તે વિરેન્દ્ર સેહવાગની જેમ પ્રભાવ બનાવી શકે છે. પઠાણે એક શો દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષોમાં આપણે રોહિત શર્માનો એક અલગ પ્રકારના જોયા છે. તે એક એવા માણસ છે જે એક સદી માર્યા બાદ બીજી સદી ફટકારવા માંગતા હોય. તેના વલણથી તેને આગામી કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવામાં મદદ મળશે. '

(8:21 pm IST)