Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

આઈસીસી વન ડે રેન્કિંગ જાહેરઃ બેટ્સમેનમાં કોહલી ટોપ પર, રોહિત બીજા નંબરે

નવી દિલ્હીઃ ટીમ ઈંડિયાના કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી રેંકિંગમાં નંબર ૧ બેટ્સમેન બની ગયો છો. તો બીજા નંબર પર વાઈસકેપ્ટન રોહિત શર્મા છે. જયારે બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ બીજા નંબર પર છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા રેંકીંગમાં કોહલી ૮૭૧ રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. જયારે રોહિત શર્માનના ૮૫૫ પોઈન્ટ છે. પાકિસ્તાનના બાબર આઝમ ૮૨૯ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. બોલરોની યાદીમાં બુમરાહ ૭૧૯ પોઈન્ટ, ન્યૂઝિલેન્ડના ટ્રેંટ બોલ્ટ ૭૨૨ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. અફદ્યાનિસ્તાનના મુઝીબ ઉર રહેમાન ત્રીજા નંબર છે. ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં ટોપ ૧૦માં રવિન્દ્ર જાડેજા એકમાત્ર ભારતિય ખેલાડી છે. તે આઠમાં નંબર છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી આ યાદીમાં ટોપ પર છે. જયારે ઈંગ્લેન્ડના હરફનમૌલા ખેલાડી બેન સ્ટોક બીજા નંબર પર છે.

(2:51 pm IST)