Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વિશ્વકપ :અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનનો 3 વિકેટે રોમાંચક વિજય

શાહીન આફ્રિદીએ ઝડપી 4 વિકેટ: ઉમામ ઉલ હક(36) અને બાબર આઝમે(45) બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી

 

હેડિંગ્લેઃ આઈસીસી વિશ્વકપ-2019ની રોમાંચક મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 વિકેટે પરાજય આપ્યો છે  બોલરોના શાનદાર પ્રદર્શન પછી ઇમાદ વસીમના અણનમ 49 રનની મદદથી પાકિસ્તાને આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 49.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.


ફખર ઝમાન ખાતું ખોલાયા વિના આઉટ થતા પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી. ઉમામ ઉલ હક(36) અને બાબર આઝમે(45) બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. પછી હફિઝ 19, હરિસ સોહેલ 27 અને સરફરાઝ અહમદ 18 રને આઉટ થતા પાકિસ્તાને 156 રને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.

અગાઉ અફઘાનિસ્તાનના અશગર અફઘાન અને નજીબુલ્લાહ ઝરદાને 42-42 રનની ઇનિંગ્સ રમી હતી. સિવાય રહમત શાહે 35, ઇકરામ અલીએ 24 રનની ઇનિંગ્સ રમી હતી. અશગર અને ઇકરામે સૌથી વધારે 64 રનની ભાગીદારી નોંધાવી હતી
પાકિસ્તાન તરફથી શાહિન શાહ આફ્રિદીએ 4 વિકેટ, ઇમાદ વસીમ-વહાબ રિયાઝે 2-2 વિકેટ, જ્યારે શાદાબ ખાને 1 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

(12:15 am IST)