Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વિરાટ કોહલીએ કહ્યું ઓરેન્જ જર્સીનો કોન્ટ્રાસ્ટ ઘણો સારો કાયમી પ્રયાસ થશે નહીં, બ્લુ હંમેશા અમારો કલર રહ્યો છે

નવી જર્સી પહેરીને ગર્વ :અવસરને જોતા આ જર્સી એક સ્માર્ટ કીટ છે.

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની નવી કેસરી જર્સીને લઈને એક તરફ રાજકીય ગલીઓમાં વાદ-વિવાદ થઈ રહ્યા છે, ત્યારે કેપ્ટન વિરાટ કોહલી તેના વખાણ કરી રહ્યા છે. ઓરેન્જ કલરની આ જર્સી ઈંગ્લેન્ડ સાથે રવિવારે રમાનારી મેચમાં પહેરવામાં આવશે.

વિરાટ કોહલીએ કહ્યુ છેકે, આ જર્સીનો કોન્ટ્રાસ્ટ ઘણો સારો છે. એક ગેમ માટે આ બદલાવ સારો લાગશે. મને નથી લાગતુકે, આ જર્સીને કાયમી બનાવવા માટે કોઈ પ્રયાસ કરાશે. કારણકે, બ્લૂ હંમેશાથી અમારો કલર રહ્યો છે. અમને નવી જર્સી પહેરીને ગર્વ અનુભવાય છે. અવસરને જોતા આ જર્સી એક સ્માર્ટ કીટ છે.

(6:29 pm IST)