Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કાલે ટીમ ઇન્ડિયા કેસરી ડ્રેસ સાથે મેદાનમાં ઉતરશે?

રવિવારે ભારતની ક્રિકેટ ટીમ યજમાન ઇંગ્લેન્ડ સામે બર્મિંગહામ મેદાન ઊતરશે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇંડિયાએ ટ્વીટ કરીને આ અંગે ઔપચારિક માહિતી આપી હતી.

જેકે, એ દિવસે ભારતીય ટીમ નારંગી રંગની જર્સી પહેરશે, તેવી ચર્ચા વહેતી થઈ હતી, જેના કારણે વિવાદ ઊભો થયો હતો.જેના આધારે કોંગ્રેસ તથા સમાજવાદી પક્ષે ટીમની જર્સીના રંગ માટે 'ભગવાકરણ'નો આરોપ મૂકયો હતો.

રવિવારે કોણ જીતશે તેના ઉપર ICC વન-ડે રેન્કિંગનો આધાર રહેશે. એએનઆઈએ 'આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને ટાંકતા લખ્યું છે કે બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા હતા.'

ઇંગ્લેન્ડની  ટીમ પણ ભારત જેવા જ બ્લૂ રંગનો ડ્રેસ પહેરતી હોવાથી બંને ટીમોને અલગ પાડવા માટે આ વિચાર કરવામાં આવ્યો છે.''ભારતે નારંગી રંગની ડિઝાઇન સ્વીકારી હતી, જે તેની જૂની ટી-૨૦ જર્સી સાથે સામ્યતા ધરાવે છે.

આઈસીસીએ જે ટીમો બ્લૂ કે લીલા રંગની જર્સી ધરાવતી હોય તેમને બે રંગની ક્રિકેટ કિટ રાખવા નિર્દેશ આપ્યા હતા.જોકે, ઇંગ્લેન્ડ યજમાનરાષ્ટ્ર હોવાથી તેને માત્ર એક જ રંગની કિટ સાથે રમવાની છૂટ આપવામાં આવી હતી.

બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન તથા દક્ષિણ આફ્રિકાએ મુખ્ય કિટ સાથે વૈકલ્પિક ક્રિકેટ કિટ લોન્ચ કરી હતી.

રમતજગતમાં બે રંગની જર્સી એ નવી વાત નથી. ફૂટબોલની રમતમાં જયારે બે ટીમોના ગણવેશ સરખા રંગના હોય ત્યારે પ્રેક્ષકો કન્ફ્યૂઝ ન થાય તે માટે અલગ-અલગ રંગની જર્સી અપનાવવામાં આવે છે.

(11:22 am IST)