Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સચિન તેંડુલકર ફરી ગ્લવ્ઝ અને બેટ લઈને ક્રિકેટની પિચ ઉપર ઉતર્યો :વિરાટ સહિતનાને આપી ચેલેન્જ!

મુંબઈ :આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ફરી એક વખત પગમાં પેડ્સ બાંધી લીધા છે. તે ફરી ગ્લવ્ઝ અને બેટ લઈને ક્રિકેટની પિચ ઉપર ઉતરી ગયો છે. સચિને ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીને ચેલેન્જ પણ આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સચિન ફિટ ઇન્ડિયા ચેલેન્જ પર ફરી એક વખત ક્રિકેટ રમ્યો હતો અને વિરાટ સહિત ઘણી મોટી હસ્તીઓને ચેલેન્જ આપી હતી.

  સચિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો શેર કર્યો છે. સચિને પોતાની ફેવરિટ રમતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. આ વીડિયોને પોસ્ટ કરી સચિને ભારતના પીએમ નરેન્દ્રભાઈ  મોદી સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ, કિદામ્બી શ્રીકાંત, સાઇના નેહવાલ અને બોક્સર વિજેન્દર સિંહ સહિત ઘણા લોકોને ટેગ કર્યા છે.

(9:21 pm IST)
  • જૂનાગઢ:ઝાંઝરડા ગામના કોંગી આગેવાન સહીત 100 જેટલા કાર્યકરો ભાજપના જોડાયા access_time 1:12 am IST

  • અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જીનીયર પર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ :યુનાઇટેડ સ્ટેટ્સ માર્કેટ્સ રેગ્યુલેટરે ભારતીય સોફ્ટવેર એન્જિનિયરિંગ મેનેજર સુધાકર રેડ્ડી બોન્થુ પર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ મૂક્યો :સુધાકર રેડ્ડી બોન્થુ પર વાયદા બજાર અંગે તેના માલિક પાસેથી વિશ્વસનીય માહિતી મેળવીને અયોગ્ય રીતે જંગી ફાયદો મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. access_time 1:16 am IST

  • પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે :સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી access_time 1:12 am IST