Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

શ્રીકાંત અને સિંધુ કવાર્ટર ફાઈનલમાં, સાઈના મલેશિયા ઓપનમાંથી બહાર

કવાલા લમ્પુરમાં સ્ટાર શટલર પી.વી.સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે પોતાની ગેમ જીતીને કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, પણ સાઈના નેહવાલ મલેશીયા ઓપન વર્લ્ડટૂર સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ઓલિમ્પિકસની સિલ્વર મેડલીસ્ટ પી. વી.સિંધુએ મલેશીયાની યિંગ યિંગ લીને ૨૧-૮, ૨૧-૧૪થી હરાવી દીધી હતી, જયારે પુરૂષોની સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાન્તે ચીની તાઈપેના વાંગ ઝુ વીને ૩૬ મિનિટમાં ૨૨-૨૦, ૨૧-૧૨થી હરાવી દીધો હતો. એ પહેલા સાઈના નેહવાલ જાપાનની વર્લ્ડ નંબર ટૂ અકાને યાગામુચી સામે ૧૫-૨૧, ૧૩-૨૧ હારી ગઈ હતી. આ સાઈનાનો છેલ્લી સાતમા મેચમાં જાપાનની પ્લેયર સામે સતત છઠ્ઠો પરાજય હતો.

(4:14 pm IST)