Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને કેમરોન બેન્ક્રાફ્ટ જુલાઈમાં કરશે વાપસી

ઓસ્ટ્રેલિયામાં ક્લબ સ્તર અને વિદેશોમાં ઘરેલું ટુર્નામેન્ટ રમવા માટે મંજૂરી

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નર અને  કેમરોન બેનક્રાફ્ટ જુલાઈમાં દેશના નીચલા સ્તરની સીમિત ઓવરની ટુર્નામેન્ટની સાથે પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરશે.સાઉથ આફ્રિકામાં માર્ચમાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ડેવિડ વોર્નરને રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટમાં રમવાનો એક વર્ષ, જ્યારે કેમરોન બેનક્રાફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બંનેને તેમ છતાં ઓસ્ટ્રેલિયામાં ક્લબ સ્તર અને વિદેશોમાં ઘરેલું ટુર્નામેન્ટ રમવા માટે મંજૂરી આપવામાં આવી છે.

  પોતાની કારકિર્દીનું અસ્તિત્વ પુનઃસ્થાપિત કરવાની ક્વાયેત હેઠળ આ બંને ડાર્વિનમાં એનટી સ્ટ્રાઈક લીગમાં ભાગ લેશે. આ એક મહિના સુધી ચાલનારી ટી-૨૦ અને વનડે ટુર્નામેન્ટ છે, જેમાં ચાર ફ્રેન્ચાઈઝી ડેજર્ટ બ્લેજ, સીટી સાઈક્લોન્સ, નોર્ધર્ન ટાઈડ અને સદર્ન સ્ટોર્મ ભાગ લેશે.

કેમરોન બેનક્રાફ્ટ સપૂર્ણ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેશે, જયારે ડેવિડ વોર્નર ૨૧ અને ૨૨ જુલાઈના થનારી બે વનડે રમવાની કમિટમેન્ટ આપી છે. નોર્ધર્ન ટેરિટરી ક્રિકેટના પ્રમુખ જોએલ મોરિસને નિવેદનમાં જણાવ્યું છે કે, અમે ખુશ છીએ કે કેમરોન અને ડેવિડ વોર્નર સ્ટ્રાઈક લીગ માટે ડાર્વિનમાં અમારી સાથે જોડાશે.

તેમની હાજરી અને અનુભવ અમારા સ્થાની ખેલાડીઓ માટે મૂલ્યવાન થશે. સપ્ટેમ્બરથી પોતાની સિડની ક્લબ ટીમ રેંડવિક પીટરશેમ તરફથી રમવાની તૈયારી કરી રહેલા ડેવિડ વોર્નરે છેલ્લા મહીને ડાર્વિનમાં ક્રિકેટ ક્લીનીક પણ ચલાવી હતી.

(8:28 pm IST)